ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા
ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ માનવામાં આવતી વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વજગતના ઘણા સામાજિક,આર્થિક અને રાજનીતિક સમીકરણો બદલ્યા અને જ્યારે હજુ આ મહામારી રોકાવાનું નામ નથી લઇ ત્યારે આગળ પણ કેવાં વળાંકો આવે છે તેના મુકસાક્ષી બન્યા સિવાય હાલ આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી,કારણ કે આ મહામારી ને પરાસ્ત કરી શકે તેવી કોઈ દવા હાલ પૂરતી શોધાય નથી.આ મહામારીએ આપણને કેટલીક સાચી વસ્તુને સાથે અવગત કરાવ્યા,આપણા મનમાં બાઝી ગયેલી કેટલીક પરતો આ જ કપરાં સમયમાં આપણી સામે આવી.
કહેવાય છે ને કે,'ખરાં વ્યક્તિની ઓળખ કટોકટીના સમયે થતી હોય છે.'આવા જ 'ખરાં વ્યક્તિઓ' આજે આપણી,સમાજ ની મદદ માટે પોતાના જીવ,પરિવાર કે કોઈ પણ વસ્તુનો વિચારસુધ્ધાં કર્યા સિવાય આપણી મદદ કરી રહ્યાં છે.સોસાયટીને સાફ કરવા માટે આવતા 'આપણાં' સફાઈકર્મી ભાઈઓ, ('આપણાં'-આ શબ્દ પર ભાર એટલા માટે મુકવો પડ્યો કે આપણે ખરેખર આ સમયે તેઓને આપણાં માન્યા!)પોલીસકર્મીઓ,પત્રકાર મિત્રોથી,બેંકકર્મીઓ થી માંડીને IAS, IPS અફસરો પોતાના કર્તવ્યો ક્યાંય પણ ચુક્યા વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે.ડોક્ટરો,નર્સો અને વૈજ્ઞાનિકો તો આ મહામારી ની સાથે અગ્રીમ હરોળમાં રહીને પોતાનું કર્તવ્યનું નિર્વહન કરી રહ્યાં છે.વિશ્વ ઇતિહાસ માં કેટલાક મંદિરોના પટ પહેલીવાર બંધ કરવામાં આવ્યા છે,કોઈ ફિલ્મ એક્ટર કે એકટ્રેસ એ આની સામે સ્ટંટ મારવાનું ઝોખમ નથી લીધું કે પછી કોઈ પણ સાધુ-ફકીરે પોતાની પાસે ચમત્કાર છે તેવો દાવો કર્યાનો જાણવામાં નથી આવ્યું! કેમ?કારણ કે આ મહામારી એ કોઈ માનવમનની ફિલસુફી નથી,હકીકત છે.ધર્મની સાથે બાથ ભીડવાનો કોઈ ઈરાદો નથી.પણ આપણે આપણી જ આસપાસ કામ કરતા આ લોકોને કદાચ જેટલું માન આપવાનું તેટલું આપતા ન હતા.આજે જ્યારે એ લોકો આપણી સાથે ઉભા છે ત્યારે આપણને તેની મહતા સમજ્યા છીએ.
આ કપરી મહામારીની વચ્ચે આવતા કેટલાક સમાચારો આ સત્ય સાથે આપણને જોડે છે.ક્યાંક કોઈક સફાઈકર્મી બહેન પોતાનું ધાવણ વાટકીમાં બાળક માટે મૂકી ને કામ પર જાય છે કારણ કે આપણા શેરી-મહોલ્લા સ્વચ્છ રહે તો ક્યાંક પોતાનો સંપૂર્ણ પગાર કે પેન્શન આ મહામારીમાં આપી દેતાં શિક્ષકો આપણી નજર સામે આવે છે.કેટલીક જગ્યાએ તો પોતે બીમાર કે અકસ્માતનો ભોગ બન્યા હોય તેવા પોલીસકર્મીઓ કંઈ પણ પરવા કર્યા વગર નીકળી પડે છે જેથી આપણે સુરક્ષિત રહી શકીએ.કેટલાંય એવાં વૃધ્ધ વ્યક્તિઓએ પોતાની જીવન મૂડી રાહતકાર્યોમાં ખપાવી દીધી છે જેથી કરીને કોઈ ભૂખ્યું ના સુવે!કોઈક જગ્યા પર તો આ મહામારીમાં સપડાયા બાદ આ 'કોરોના વોરિયર્સ' એ સાજા થયા બાદ પણ એટલી જ નિષ્ઠા સાથે ફરી જોડાય ગયાં ના કિસ્સાઓ જોવા મળે છે.ધન્ય છે એમની કર્તવ્યનિષ્ઠાને!
મહત્વની વાત તો એ છે કે આ બધાની વચ્ચે પહેલીવાર ધર્મ,જાત,નાત અને સંપ્રદાયથી પર ઉઠીને 'માનવતા' સર્વોચ્ચ બની છે.એક પણ ડોકટર ,નર્સ,પોલીસકર્મી, સફાઈકર્મી કે સામાન્ય નાગરિક સુધ્ધાં એ પોતાના કર્તવ્યો થી ભાગવાની કોશિશ નથી કરી.દરેક આ મહામારી સામે ઝઝૂમી રહ્યા છે,પડકાર ફેંકી રહ્યા છે પણ નાસી નથી રહ્યાં.સલામ છે આ દરેક સાચા સપૂતોને!
જાણે દરેક 'કોરોના વોરિયર્સ' એક જ સાદ માં ગાય છે કે,
''તું જ શાસન ની જવાબદારી છે શિરે,
કર્તવ્યનિષ્ઠા નહીં છોડીએ કદીયે,
વ્યાપી ગઈ છે ખુમારી અંગે-અંગે,
સાથે દઈશું જીવનના શ્વાસ છેલ્લે.'
-23/05/2020

Comments
Post a Comment